પ્રકરણ ૦૨ : પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ
પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ કાવીર એનો ઈન્જનેરરિંગ નો અભ્યાસ કરી ને પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. સમય અનુસાર એનો અનુભવ ને પગાર્ પણ વધેશે. યોગનું યોગઃ એને એના શહેર થી બીજા શહેર માં જોબ ની ઓફર આવે છે.આ બાજુ વીરા ને પણ એન્જિનનેરરિંગ પછી જોબ મળે છે પણ એને જોબ એના શહેર માં નથી મળતી પણ બાજુ માં આવેલા શહેર માં મળે છે. વીરા તો હવે જોબ માં ને બે શહેર વચ્ચે ના અપ-ડાઉન માં ટેવાઈ ગઈ છે. એનો રોજ નો કાર્યક્રમ જ હોય છે કે સવારે ૮ વાગે બસસ્ટેન્ડ થી બસ પકડવા ની ને ઓફિસે જવા નું. એના માટે આજ એક શિસ્તબંદ દિનચર્યા થઇ ગઈ હોય છે. કાવીર માટે અપ-ડાઉન નવું જ હોય છે.યોગનું યોગ કાવીર ને વીરા ને અપ-ડાઉન એકજ બસ રૂટ પર ને એક જ એરિયા માં કરવા નું થાય છે.વીરા ને તો અપ-ડાઉન મા ફાવી ગયું હતું પણ કાવીર માટે તો એક નવો જ અનુભવ ને નવું જ વાતાવરણ હતું. નવેમ્બર મહિનો અર્ધો પત્યો હતો , ઠંડી એ ધીમા પગલે શરૂઆત કરી હતી, દિવાળી નો તહેવાર પત્યા ને હજી માંડ થોડા દિવસો થયા હશે,કાવીર એના નવા સોપાન માટે- નવી જોબ ની શરૂઆત કરે છે.ભોળા શંકર ને રીઝવી ને કાવીર નવી નોકરી ના પેલા દિવસે બસ સ્ટેન્ડ પ...