પ્રકરણ ૦૨ : પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ

 પ્રથમ મુલાકાત - એક અવિસ્મરિણય યાદ

કાવીર એનો ઈન્જનેરરિંગ નો અભ્યાસ કરી ને પ્રાઇવેટ કંપની માં જોબ કરે છે. સમય અનુસાર એનો અનુભવ ને પગાર્ પણ વધેશે. યોગનું યોગઃ એને એના શહેર થી બીજા શહેર માં જોબ ની ઓફર આવે છે.આ બાજુ વીરા ને પણ એન્જિનનેરરિંગ પછી જોબ મળે છે પણ એને જોબ એના શહેર માં નથી મળતી પણ બાજુ માં આવેલા શહેર માં મળે છે. વીરા તો હવે જોબ માં ને બે શહેર વચ્ચે ના અપ-ડાઉન માં ટેવાઈ  ગઈ છે. એનો રોજ નો કાર્યક્રમ જ હોય છે કે સવારે ૮ વાગે બસસ્ટેન્ડ થી બસ પકડવા ની ને ઓફિસે જવા નું. એના માટે આજ એક શિસ્તબંદ દિનચર્યા થઇ ગઈ હોય છે.

કાવીર માટે અપ-ડાઉન નવું જ હોય છે.યોગનું યોગ કાવીર ને વીરા ને અપ-ડાઉન એકજ બસ રૂટ પર ને એક જ એરિયા માં કરવા નું થાય છે.વીરા ને તો અપ-ડાઉન મા ફાવી ગયું હતું પણ કાવીર માટે તો એક નવો જ અનુભવ ને નવું જ વાતાવરણ હતું.

નવેમ્બર મહિનો અર્ધો પત્યો હતો , ઠંડી એ ધીમા પગલે શરૂઆત કરી હતી, દિવાળી નો તહેવાર પત્યા ને હજી માંડ થોડા દિવસો થયા હશે,કાવીર એના નવા સોપાન માટે- નવી જોબ ની શરૂઆત કરે છે.ભોળા શંકર ને રીઝવી ને કાવીર નવી નોકરી ના પેલા દિવસે બસ સ્ટેન્ડ પર ઉભો હોય છે. એના માટે તો બસ નો સમય કે કઈ બસ એના જોબ ના રૂટ પાર જશે એ પણ ખબર નથી.

 આ બાજુ વીરા તો એજ એના સમય પ્રમાણે બસ સ્ટેન્ડ પર બસ ની રાહ જોતી હોય છે. બને અજાણ તા જ એક જ જગ્યા એ એક જ બસ ની રાહ જોતા ઉભા હોય છે.પણ નતી એક બીજા સામે નજર મળતી કે નથી એક બીજા ને ત્રાંસી નજરે જોતા. કદાચ એ બને માટે આજ બસ સ્ટેન્ડ એમેની પેહલી મુલાકાત નું મૂક સાક્ષી બનશે એ ક્યાંથી ખ્યાલ આવે.

શેર બજાર ના સેન્સેક્સ ની જેમ તાપમાન નો પારો નીચો ઉતરતો ગયો.ઠંડી એ બરાબર જમાવટ કરી છે. કાવીર એ પણ વધતી ઠંડી માં બસ રૂટ પર બરાબર સેટ તાઈ ગયો છે.૩ મહિના થયા હશે અપ-ડાઉન માં, એ બસ ના રેગ્યુલર ગ્રુપ માં દૂધ માં સાકર ની જેમ ભરી ગયો છે. ગ્રુપ માં એને પોતા નું એક આગવું સ્થાન બનાવી દીધું છે. બસ હવે તો એક રૂટિન જ થઈ ગયું છે કે સવાર ની ૮ વગ્યા ની બસ માં છેલ્લી સીટ માં મસ્તી કરવી ને ઓફિસે જવું. આજ સિલસિલો સાંજે પાસા આવતા.

આ બાજુ વીરા તો એના એજ રૂટિન માં મસ્ત હતી જ. પણ બસ માં પાછળ ની સીટ માં કંઈક વદારે પડતી જ મસ્તી ને અવાજ આવતો હતો એનું એને નોંધ તો લીધી. બનવા જોગ એવું બન્યું કે વીરા ને બસ માં એની રોજ ની સીટ ના મળી તો એને આજે પાછળ ની સીટ બાજુ બેસવું પડ્યું. હવે પાછળ તો રોજ ની મસ્તી ચાલુ જ હોય, વીરા ને આજે કંઈક કોઈ નો તાડ જેવો અવાજ સાંભરી ને એક વાર તો મન માં ગુસ્સો આવી ગયો . પણ ક્યાં કઈ માથા ફૂટ કરવી એમ વિચારી ને એતો પોતાના કામ માં હેળફૉન નાખી ને સંગીત માં ખોવાઈ ગઈ.

બસ હવે આગળ ના સ્ટેન્ડ થી જ  ભરાઈ ને આવતી એટલે હવે વીરા ને બસ માં હવે જગ્યા પાછળ જ  મળવા લાગી. વીરા ને  પણ હવે પાછળ નું ગ્રુપ ની વાતો ને મસ્તી સંભારવા માં મજા આવા લાગી.

સોમવાર નો દિવસ હતો વીરા પણ ઈન્હૈ રોજ ની જગ્યા એ બસ માં બેસી હતી, પાછળ ગ્રુપ એની મસ્તી માં મશગુલ હતું, ત્યાં વીરા એ કોઈ પહાડી અવાજ માં કોઈ ને હસતા ને બીજા ની મજાક ઉડાવતા એક યુવાન ને જોયો, ચહેરા પર આસી દાઢી, કપાળ પર ચંદન નો ચાંદલો કરેલો, સફેદ શર્ટ પહેરેલો , સદાય હસતો ચહેરો, મોઢા માટી શબ્દો તો એવા નિકરે કે જાણે કે સામે વાળા ને શબ્દો ના બાલ થી જ ઘાયલ કરી દે એવો તરવરીયો. આખા ગ્રુપ માં એનો પૂરો કંટ્રોલ હોય તે વીરા એ જોયું, વીરા એ જોતા ની સાથે જ મગજ માં કઈ ઝનઝનાટી થાઈ ગઈ.

વીરા ને હવે એ યુવાન ની મજાક મસ્તી ગમવા લાગી. એને મન હવે એ યુવાન વધારે સોહામણો લાગવા લાગ્યો. વીર ને હવે એ એ યુવાન માં દિલચસ્પી કૈક વધારે પડતી જ લાગવા લાગી. વીરા નું સ્ત્રીતત્વ જાણે એ યુવાન  ને જોઈ ને ખીલી ફૂટ્યું હોય એવું એને લાગવા લાગ્યું. વીરા એ લગ્ન માટે ગણા યુવાનો ને જોયા હતા ને વાત પણ કરી હતી, ઓફિસે માં પણ ગણા પુરુષ કર્મચારી જોડે વાત કરે લઈ, કોલેજ માં પણ ગણા મિત્રો હતા, પન આ યુવાન ને જોતા જ એને કૈક અલગ જ અનુભવ થવા લાગ્યો, એને તો મન માં જ વિચારી લીધું કે " આના જોડે લગન થાય તો જીદગી જીવ ની મજા જ કાંઈ અલગ આવે." પણ આતો વીરા ના મન ની વાત થઇ. વીરા ને તો એને વાત કરવા ની ઈચ્છા પણ તાઈ પણ માં ન માં એક ડર હોય ને કે ક્યાંક કોઈ ખોટું માની લેતો. ભારતીય સ્ત્રી ઓ અજાણ્યા પુરુષો જોડે વાત કરવા માં કદી પહેલ ના જ કરે કારણ કે આપણી સંસ્કૃતિ માં જ આવે સે ને ભલે ને  પસી એ સ્ત્રી ભારત ના કોઈ પણ રાજ્ય કે શહેર કે ગામ ની જ ના હોય, અભણ કે ભણે લઈ હોય તો પણ એ લજ્જા તો પામે જ વાત કરવા માં.

કાવીર તો બસ એની જ મસ્તી માં ને ધમાલ ના રચ્યો પચ્યો સે, એને ક્યાં ખબર સે કે કોઈ એના અવાજ ની ઘેલી તાઈ છે.કોઈ ને એ ગમવા લાગ્યો છે.એને ક્યાં સપને પણ ખ્યાલ હશે કે કોઈ એના માટે દિલ ના દર્વાજ ખોલી ને ઉભું હશે. વાત પણ સાચી સે એને ક્યાં કદી જીવન માં એવો અનુભવ ત્યો હોય તો ખબર પડે કે આ જગત માં એવું પણ આકર્ષણ હોય સે માટી ને ધમાલ સિવાય !

કાવીર ને બસ સ્ટેન્ડ થી રોજ ૧ કિલોમીટર ચાલે ત્યારે એની ઓફિસે આવે. રોજ ચાલતા જવા નું ને અડધા રસ્તા સુધી તો કોઈ મિત્ર હોય પછી એકલા લેહરતા પવન ને ઝાડ ને અડતા પોતાની મસ્તી માં ચાલે રાખવા નું. એકવાર એને જોયું કે એક છોકરી એની પાછળ આવે સે ને પછી ક્યાંક ખોવાઈ જાય છે. એવું તો એને ક્યારે નું માર્ક કર્યું પણ જોડે કોઈક હોય એટલે એટલું ઓસુ માર્ક થાય ને. એકવાર એને મન માં નક્કી જ કર્યું કે એજે તો એની પાછળ જ જવું છે. પાછળ ચાલતા ચાલતા જોયું તો એ છોકરી અડધા રસ્તે થી રીક્ષા માં જાય છે. એનું તો મગજ ચક્કરી ખાઈ ગયું , એવું તે કેવું અડધો કિલોમીટર ચાલે ને પછી રીક્ષા માં જવા નું!!

હવે તો કાવીર ના મગજ માં પણ વિચારો નું ઘોડાપુર આવ્યું , ક્યાં જતી હશે?, કેમ એટલે થી જ રીક્ષા કરતી હછે? જો ઓફિસે બાજુ જતી હોયતો એને જોડે રીક્ષા માં જવાય. રોજ એટલું ચાલવું ના પડે ને અડધા રૂપિયા માં ઓફિસે જલ્દી પહોંચાય. આતો બાદ મગજ માં આવેલા અલગ મલક ના વિચારો. પણ પૂછસે કોણ? એને તો કદી કોઈ અજાણી છોકરી જોડે વાત કરે લઈ નાઈ. ઓફિસે માં ને કૉલેજ માં વાત તો કરતો પણ એ બધા તો જોડ એતો પેલા મિત્રતા થયેલી. એને કદી કોઈ છોકરી જોડે વાત તો કરેલી નાઈ એટલે એની તો હિમ્મત જ ક્યાંથી આવે બિચારા ને !

એવું તો રોજ નું થયું રોજ એ છોકરી ને જોવે ને પેલા ઘર કરી ગયેલા સવાલ મગજ માં આવે પણ પૂછવું છું? હવે તો કાવીર ને પણ મન માં તડપ લાગવા લાગી કે કયારે એને પૂછી લવ. એને તો હવે નક્કી જ કર્યું કે આ છોકરી નું પગેરું શોધવું જ. એક જાસુશ ની જેમ એતો એની પાછળ પડી ગયો. આ બાજુ વીર અને પણ ખબર પડી કે એને જે ગમે છે એનો પોછો કરે છે. એ પણ ત્રાંસી નજરે એને જોઈ ને મન માં તો મલકાતી, એને પણ એ તો ગમતું પણ કોણ પહેલ કરે વાત કરવા ની ??

એક દિવસ કાવીર એ નક્કી જ કર્યું કે આજે તો એને પૂછવું જ છે. સવારે તો એનેય હિમ્મત ના ચાલી પણ સાંજે એને બસ માં ચાન્સ મળી ગયો અને એ દિવસ હતો શનીવાર એટલે સાજે બસ સ્ટેન્ડ એ કોઇ હતુ નહિ.  બસ સ્ટેન્ડ એ વીરા ને કાવીર બને એકલા હતા અને કાવીર ના મિત્રો પણ વહેલા ઘરે જતા રહયા હતા. વીરા તો રોજ ના જેમ બસ ની રાહ જોતી હ્તી ત્યરે કાવિર એની બાજૂ મા આવી ને બેસી જાય છે ને હિમ્મત કરે છે વાત કરવા ની અને પછિ વાત કરવા નુ શરુ થાય છે્

કાવીર  : " જોબ કરો છો કે સ્ટડી? "
વીરા  : જોબ
કાવીર : કયઆ ફેઈલ્ડ માં છો?
વીરા : આઇટી
કાવીર:  ગુડ , હું પણ એજ ફેઈલ્ડ માં દેસીગ્ન માં છું. તમારું નામ છું છે?
વીરા : વીરા અને આતમારું?
કાવીર : કાવીર

આ પહેલી મુલાકાત કાવીર અને વીરા ની. વીર અને તો પહેલે થી જ કાવીર જોડે વાત કરવી જ હતી ,એને માટે તો દોડવું હતું ને ઢાળ મળ્યો એવું થયું. પસી તો  બને એ પોતાના અભ્યાસ, ને ક્યાં રહેવા નું ને ફેમિલી વિષે ને જોબ વિશે વાત કરી. એક બીજા ના મોબાઈલ નંબર ની પણ આપ-લે કરી.

આ રીતે બને જાણ એક બીજા ના પરિચય માં આવ્યા..... 

Comments

Popular posts from this blog

પ્રસ્થાવના:પહેલી નજર ના પ્રેમ ની

પ્રકરણ: ૦૧ - બે મુખ્ય પાત્રો નો પરિચય